Posts or Comments 09 July 2008

તું છે મારી અંદર તેથી rajeshrathod | 20 Feb 2008 01:28 pm

દહેગામ નગર ખાતે ખોદવામાં આવેલ ખાડાઓથી પ્રજાજનો પરેશાન

દહેગામ નગર ખાતે ખોદવામાં આવેલ ખાડાઓથી પ્રજાજનો પરેશાન

દહેગામ,તા.૧૯
દહેગામ નગર ખાતે હાલમાં પાઈપ લાઈનનું કામ ચાલુ હોવાથી ઠેરઠેર કોન્ટ્રાક્ટરના માણસો ધ્વારા ખાડાઓ ખોદવામાં આવ્યા છે. કેટલાક ખાડાઓતો કામ ક્યારે થશે તેના ઠેકાણા ન હોવા છતાં તેને ખોદીને વાહન ચાલકો માટે ભારે મુશ્કેલીઓ પેદા કરવામાં આવી છે. ચાર-ચાર દિવસથી ખોદાયેલ ખાડા હજુ માલસામાન ન હોવાને પરિણામે ખુલ્લા પડયા છે. અહીંથી પસાર થતાં વાહન ચાલકો ખાડાઓના પરિણામે ટ્રાફીક જામથી તંગ આવી ગયા છે. જ્યારે ગઈકાલે બે બાઈક સવારો પણ ખાડામાં પડયા હતા પરંતુ સદ્નસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ નગર પાલિકા ધ્વારા પાઈપ લાઈન નાખવાનું તેમજ રીપેર કરવાનું કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે. આ કોન્ટ્રાક્ટર ધ્વારા મંદગતિએ કામકાજ કરતાં દહેગામ નગરની જનતા તેમજ વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે મુખ્ય માર્ગાેની એકદમ અડીને કરવામાં આવેલ ખાડાઓ છેલ્લા ચાર દિવસથી ખુલ્લા હોવા છતાં તેનું કામ પૂર્ણ કરી તેને પુરવાના કોઈ ઠંેકાણા નથી. આ અંગે અહીં કામ કરતા મજુરોને પુછવામાં આવતાં તેઓ જણાવે છે કે અન્ય સ્થળે ખોદાયેલ ખાડાઓ મ
Continue >

લસામન આવ્યા બાદ પુરવામાં આવશે આમ માલ સામાન આવ્યા પહેલા ખોદવામાં આવેલ ખાડોઓથી વાહન ચાલકોને ક્યારે છૂટકારો મળશે તે હજુ નક્કી નથી. અને આવી સ્થિતિ થોકાક દિવસ રહેશે તો મોટા અકસ્માત થવાના દિવસો પણ હવે દૂર નથી લાગતા જેથી વાહન ચાલકો અને આમજનતાની એવી માંગ ઉઠવા પામી છે કે નગર પાલિકાની આલીશાન ઓફીસમાં બેસી રોફ જમાવતા ચીફ ઓફીસર બહાર નિકળી વાહન ચાલકોની મુશ્કેલીને ધ્યાનમાં લઈ યોગ્ય કદમ ઉઠાવી પાઈપ લાઈન માટે ખોદવામાં આવેલ ખાડા સત્વરે પુરાય તે માટે કડક પગલાં ભરી વાહન ચાલકોને રાહત અપાવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે આવા સમયે ચીફ ઓફીસર રગસીયા ગાડાની માફક કામ કરી રહેલ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરશે ?

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply