ડો. શરદ ઠાકરના લેખો rajeshrathod | 13 Jan 2008
મારી પસંદના ડો. શરદ ઠાકરના લેખો
કોઇ પણ જોનારને એમ જ લાગે કે આ ખરેખર અકસ્માત જ હોવો જોઇએ. એક જૂની ખખડી ગયેલી સાઇકલ. વેચવા કાઢો તો એના બદલામાં પચાસ રૂપિયા પણ ન આવે. એની ઉપર સવાર થયેલો કાંતિ કકકડ. ઉંમર માંડ ત્રીસની, પણ લાગે પચાસનો. એની હાલત તો સાઇકલથી પણ ખરાબ. બજારમાં ઉભો રાખો તો વીસ રૂપિયા પણ ન આવે. એક નાનકડી ફેકટરીમાં કામ કરે. પરસેવાની નોકરી અને પાણીના રેલા જેવો પગાર.
કાંતિ કક્કડ સવારે અગિયાર વાગે નોકરી ઉપર જતો હતો ત્યાં પાછળથી ગાડીની જોરદાર ટક્કર વાગી. એક ચીસ સાથે એ ફેંકાઇ ગયો. ‘અરે..! અરે..!’ કરતું ટોળું ભેગું થઇ ગયું. ગાડીનો માલિક કુશલ કાપડવાલા નામનો શહેરનો રઇસ વેપારી યુવાન હતો. નાસી છૂટવાને બદલે એણે કાર ઉભી રાખી નીચે ઉતર્યો. લોકોની ભીડને ચીરીને એ કાંતિ જયાં ધરાશયી થઇને પડયો હતો ત્યાં જઇ પહોંરયો.
‘આંધળા છો? આમ ગાડી ચલાવાતી હશે? બિચારા ગરીબ માણસને વગર વાંકે લાળી નાખ્યો! એ તો સારું થયું કે બાપડો ફેંકાઇ ગયો, બાકી જો ગાડીનાં પૈડાં નીચે આવી ગયો હોત તો..?’ ટોળાંમાંથી આક્રોશનો સમૂહ-સૂર ઉઠયો. તો કાંતિનું શું થયું હોત એનો જવાબ સાઇકલ પાસે હાજર હતો. સાઇકલ કાંતિ જેટલી નસીબદાર ન હતી. એ ગાડીનાં પૈડાં નીચે આવી ગઇ હતી, ચગદાઇને આકાર વગરનાં ભંગારમાં ફેરવાઇ ચૂકી હતી.
‘માફ કરજો, ભાઇઓ! વાંક મારો જ છે. હું મારા બિઝનેસના વિચારોમાં હતો. ગાડીની ઝડપ પણ વધારે હતી. એમાં મેં એકાગ્રતા ગુમાવી અને બિચારા આ નિર્દોષ માણસને…’ કુશલની કબૂલાત ટોળાની ધારણા કરતાં વિપરીત હતી. તરત જ લોકોએ પોતાનો સૂર બદલ્યો.
‘ના, ના, શેઠ સાહેબ! તમારો એકલાનો વાંક નથી. તાળી બે હાથે જ વાગે. આ માણસ શું જોઇને રસ્તાની વરચોવરચ સાઇકલ ચલાવતો હશે? તમે તો હોર્ન પણ મારેલું, પણ આ બહેરાને સંભળાયું હોય તો ને!’
કુશલે વાદ-વિવાદમાં સમય બગાડવાને બદલે કાંતિને બેઠો કર્યો. એની ભાંગતૂટ તપાસી. એને પોતાની ગાડીની પાછલી બેઠકમાં નાખ્યો અને પોતાના પરિચિત ઓર્થોપેડિક ડોકટરના દવાખાને પહોંચાડયો. એકસ-રે પાડીને ડોકટરે નિદાન કર્યું, ‘જમણા પગે પિંડીના હાડકામાં હેરલાઇન ફ્રેકચર છે. પાટો બાંધી આપું છું. સવા મહિનો આરામ કરવો પડશે.’
ડોકટરની ફી કુશલ કાપડવાલાએ ચૂકવી. કાંતિને એના ઘરે પણ એણે જાતે પહોંચાડયો. એની પત્ની કòષ્ણાના હાથમાં દસ હજાર રૂપિયા પણ કુશલે સામેથી મૂકી દીધા, ‘સવા મહિના સુધી તમારા પતિ કામ ઉપર નહીં જઇ શકે. આ રૂપિયા તમારા ઘરખર્ચ માટે. અને આ રહ્યું મારું વિઝિટિંગ કાર્ડ. કશી તકલીફ હોય તો જણાવજૉ. મારો માણસ તરત જ આવી જશે.
કૃષ્ણા ગરીબ ઘરની પત્ની હતી, પણ શરીરની અમીર હતી. એનું છલકાતું જોબન થીગડાંવાળા સાડલામાંથી ડોકિયા કરતું હતું. એ મીઠું હસીને બોલી, ‘શેઠ, તમે કેટલા ભલા છો! બાકી આ કળિયુગમાં અમારા જેવા ગરીબ માટે આટલું બધું કોણ કરે? અને એકિસડેન્ટ કંઇ તમે જાણી જૉઇને થોડો કર્યોહતો? એ તો થવાનો હશે તે થઇ ગયો…
પદમણી નારનાં પ્રેમાળ વચનો પામીને પાછો ફરતો કુશલ મનોમન બબડયો, ‘માત્ર હું જ જાણું છું કે આ અકસ્માત ખાલી અકસ્માત ન હતો, કૃષ્ણા! પણ મારી વિચારેલી સાજીસ હતી. જયારથી તને મેં જોઇ લીધી છે, ત્યારથી મારી ઉંઘ ઉડી ગઇ છે. પણ તારા સુધી પહોંચવું શી રીતે? આખરે ના છૂટકે આ માપસરનો અકસ્માત મારે કરવો પડયો! હવે તું મારાથી બચીને કયાં જવાની..?’ કુશલને એના આત્મા સાથે વાત કરવાની આદત હતી.
ઁઁઁ
બે દિવસ પછી કાંતિલાલ અને કૃષ્ણાનાં ઝૂંપડી જેવા મકાનની બહાર ગાડી ઉભી રહેવાનો અવાજ સંભળાયો. કૃષ્ણા બહાર દોડી આવી. જોયું તો કુશલ શેઠ એના નોકરો દ્વારા ગાડીની ડીકીમાંથી માલ-સામાન ઉપાડવી રહ્યા હતા. પાછળ એક ટેમ્પો હતો. ઘઉં, દાળ-ચોખાનાં પોટલાં, તેલ-ઘીના ડબ્બા, સ્ટીલનાં વાસણો, પ્લાસ્ટિકની બરણીઓ, સ્ત્રી-પુરુષના નવાં નક્કોર કપડાં! કૃષ્ણા તો ડઘાઇ જ ગઇ, ‘આ બધા ઉપકારનો બદલો હું કયા ભવે..?’
‘આવતા નહીં, પણ આ જ ભવે વાળી શકો છો!’ કુશલ હસ્યો, ‘આ સામાનમાં ચા-ખાંડના પેકેટ્સ પણ છે. ઘરમાં દૂધ તો હશે ને? એક કપ ચા બનાવી શકાય એટલું?
કૃષ્ણા સમજી ગઇ. દોડીને સરસ, કડક-મીઠી, આદુંવાળી ચા બનાવી લાવી. કપ હાથમાં લેતી વખતે કુશલે કુશળતાપૂર્વક એનો હાથ કૃષ્ણાના હાથને અડકાવી લીધો. કૃષ્ણાના સમગ્ર દેહમાં ઝણઝણાટી થઇ આવી. એ વિચારી રહી, ‘આ પણ એક અકસ્માત જ હોવો જોઇએ. બાકી કુશલ જેવો ધનવાન, પ્રખ્યાત, કુંવારો પુરુષ કંઇ જાણી-જૉઇને એના હાથને..?’ ટૂંકમાં આ સ્પર્શ એને ગમ્યો ખરો.
વધુ તો ગમ્યો એને કુશલનો જવાબ જયારે કૃષ્ણાએ પૂછ્યું, ‘ચા કેવી લાગી?’
‘સરસ છે… તમારા જેવી જ… ગરમાગરમ અને મીઠી!’ કુશલ ચા પીને તરત જ નીકળી ગયો. ગાડીમાં બેસીને એણે પોતાના આત્મા સાથેનો સંવાદ શરૂ કર્યો: ચામાં કયાં ખાંડ વધારે હતી! પણ મારે તો કૃષ્ણા ગરમ, સેકસી અને ચાસણી જેવી મીઠી છે એવું એના કાન સુધી પહોંચાડવું હતું એટલે કહી નાખ્યું. કશું બની જાય એની રાહ જૉઇને બેસી ન રે’વાય. જિંદગીમાં કયારેક આપણે જે ઇરછતાં હોઇએ એવી ઘટના પેદા પણ કરવી પડે. આત્માની સાથે વાતો કરવાની કુશલમાં આવડત પણ હતી અને ફાવટ પણ!
સવા મહિનાના ખાટલા પછી કાંતિ ઉભો તો થયો, પણ એની નોકરી છૂટી ગઇ. કૃષ્ણાએ કુશલ કાપડવાલાની ઓફિસમાં જઇને રડતાં-રડતાં આ સમાચાર આપ્યા. કુશલે રૂમાલને બદલે હાથથી એનાં આસું ઝીલી લીધાં, ‘આવતી કાલે એને મારી પાસે મોકલી આપજે. હું મારા ધંધામાં ગમે ત્યાં એને થાળે પાડી દઇશ. કામ કાંતિલાલથી થાય એટલું અને પગાર તમારાથી લઇ શકાય એટલો! બસ? હવે તો રાજી ને?’
કૃષ્ણા ફરીથી રડી પડી, ‘તમારો અહેસાન… એનો બદલો… કયા ભવે… હું દાસી થઇને તમારી ચાકરી કરું તોય…’
‘આવતા ભવે દાસી શા માટે? આ ભવે રાણી કેમ નહીં?’ કુશલે લોઢું ગરમ જોઇને હથોડો માર્યો.
સોના જેવી કૃષ્ણા પીગળી ગઇ. એણે શરમથી પાંપણો ઝુકાવીને હા પાડી દીધી.
બધું સરસ રીતે ગોઠવાઇ ગયું. કાંતિ બિચારો સવારના દસથી સાંજના સાત વાગ્યા સુધી નોકરીમાં રોકાયેલો રહે. કુશલ રોજ બપોરે કૃષ્ણાની ગોરી-ગોરી કાયામાં ચાર કલાક ખોવાયેલો રહે. શહેરમાં એની માલિકીના દસ-બાર બંગલાઓ ખાલી પડેલા હતા. એમાંથી એક બંધ મકાનના બંધ કમરામાં કુશલ રોજ-રોજ કૃષ્ણાની અનુપમ કાયાનાં અગોચર દ્વારો ઉઘાડતો રહે.
કૃષ્ણાની આખી શિકલ જ બદલાઇ ગઇ. સુંદર, પાકું મકાન. વર માટે સ્કૂટર. એના પોતાના માટે સરસ મઝાનાં કપડાં, આભૂષણો. શરીરના સોનામાં વૈભવની મીનાકારી ભળી!
‘ભગવાન પણ કેવો અજબનો જાદુગર છે, નહીં!’ એક બપોરે દેહની તૃપ્તિ માણ્યા પછીની નિરાંતની ક્ષણોમાં કૃષ્ણાએ કુશલની છાતીમાં માથું દબાવતાં પૂછી નાખ્યું, ‘એક સાવ નાના અકસ્માતને કારણે આપણાં બંનેની જિંદગી કેટલી બધી બદલાઇ ગઇ! જો તમારી ગાડી અને મારા કાંતિની સાઇકલ એકબીજાની સાથે ટકરાણી ન હોત તો આપણે કેવી રીતે મળી શકયાં હોત!’
‘તારી વાત સાવ સાચી છે, ડાર્લિંગ!’ કહીને કુશલે કૃષ્ણાને ચૂમી લીધી. પછી આદત મુજબ આત્મા સાથે વાતચીત કરી લીધી: વાહનોની ટક્કરને કારણે મારું અને કૃષ્ણાનું મિલન નથી સર્જાયું, પણ અમારા મિલન માટે વાહનોની ટક્કર રચાઇ હતી! માણસે જો જગત જીવતું હોય, તો સંજોગોના મહોરાને પોતાની ઇરછા મુજબ ચલાવવાની આવડત કેળવી લેવી પડે.
ઁઁઁ
‘અલ્યા, કાંતિ! તારી આંખે પાટા બાંધેલા છે કે શું? આ તારી બૈરી રોજ બપોરે તારા શેઠની હારે રંગરેલિયા મનાવે છે અને તું બેસી રહ્યો છે?’ એક સાંજે નોકરીમાંથી પાછા ફરતાં કાંતિને એનો જૂનો મિત્ર મળી ગયો, એણે કાંતિના પુરુષાતન ઉપર ફિટકાર વરસાવ્યો. કાંતિએ જવાબ ન આપ્યો. ચૂપચાપ હસી દીધું. પણ મોડી રાત્રે ફળિયામાં ખાટલામાં સૂતાં-સૂતાં આકાશ સામે જોઇને એણે સંવાદ શરૂ કર્યો. આત્મા તો ગરીબને પણ હોય ને! કાંતિ બબડતો હતો, ‘મને તો એ ઘડીથી જ શંકા હતી જયારે શેઠે મારા ઘરે પહેલી વાર પગ મૂકયો હતો. હું મારી ઘરવાળીનાં ‘લખણ’ કયાં નથી જાણતો! એ પુરુષખાઉ ઔરત છે. જયાં સુધી ચાલીમાં રહેતાં હતા, ત્યાં સુધી મવાલીઓની સાથે..! હવે માલિકની સાથે..! મજબૂર પતિની પણ એક સમજણ હોય છે: આ જગતમાં સુખી થવું હોય તો જીવનમાં જે ઘટના બને એને અકસ્માત સમજીને સ્વીકારી લેવી!’
‘આજે ઓફિસેથી જરા વહેલા ઘરે આવી જજો.’ શાલિનીએ હુકમ છોડયો.‘શા માટે?’ શીલને આંચકો લાગ્યો, આજે સાંજે તો એનો ખાનગી કાર્યક્રમ હતો.
‘મારે સાડી ખરીદવા જવું છે.’
‘તો જજે ને, એમાં મારી શી જરૂર છે?’
‘સસ્તો સાડલો નથી ખરીદવાનો, મોંઘી સાડી લેવાની છે, પ્રસંગમાં પહેરી શકાય તેવી ભારે. પંદરસો-બે હજાર રૂપિયાવાળી!’
‘એનાથી બમણા રૂપિયા તો મેં તને આપી રાખ્યા છે, કોઇ પડોશણને લઇને જઇ આવજે ને! એમાં મારી શી જરૂર છે?’ શીલે બૂટની દોરી બાંધતાં પૂછ્યું.
‘બસ, એક જ સવાલ જીભ ઉપર ચડી બેઠો છે, મારી શી જરૂર છે! મારી શી જરૂર છે! તમારી જરૂર ન હોત, તો મારા બાપે મને પરણાવી શું કામ?’ શાલિનીએ ગળાનું વોલ્યુમ વધારી દીધું, અત્યાર સુધી જે વાતચીત હતી એ હવે ઝઘડો બનવા માંડયો.
‘એ સવાલ મને નહીં, પણ તારા બાપને પૂછ! ખબર નહીં કયા કાળ ચોઘડિયામાં મને તારી સાથે લગ્ન કરવાનો વિચાર સૂઝ્યો! જિંદગી આખી બરબાદ થઇ ગઇ..! હું જઉં છું. મારે આવતાં મોડું થઇ જશે. મારી રાહ જોઇને બેસી ન રહેતી!’ બૂટ ઉપર કપડું ફેરવીને શીલે બારણું ખોલ્યું. બ્રિફકેસ હાથમાં લીધી અને ઘરની બહાર નીકળી ગયો. પાછળ શાલિનીનો ધમકી જેવો બરાડો સંભળાયો,
‘બેસી રહીશ! સાડી સત્તર વાર બેસી રહીશ! તમારી રખાત નથી, ઘરવાળી છું હું! મારાયે ઓરતા હોય. મોંઘી ચીજવસ્તુ ખરીદવા માટે તમને સાથે લઇ જવાના. બોલ્યા - પડોશણને લઇને..!’
શીલનું દિમાગ કૂકરની જેમ સીટી ઉપર સીટી વગાડવા માંડયું. એ ફાટે એ પહેલાં જ એણે ગાડી મારી મૂકી.
ઓફિસમાં પહોંરયા પછી એ ધમધમાટ ચાલુ જ હતો. એ વિચારી રહ્યો, ભગવાન કેવી કેવી મૂર્તિઓ સર્જે છે! એકબીજાથી તદ્દન ભિન્ન. બે સ્ત્રીઓમાં કેટલો ફરક હોય છે! વિષ અને અમૃત જેટલો. પુરુષની જિંદગીમાં એક ક્ષણ આવે છે જયારે એણે ભાવિ પત્ની તરીકે કોઇ સ્ત્રીને પસંદ કરવાની હોય છે, અને એ ક્ષણ જે સાચવી ગયો એ જીતી ગયો. બહુ કાતીલ ક્ષણ હોય છે એ. જૉ પત્ની સારી નીવડી, તો જિંદગી ધન્ય થઇ જાય, નહીંતર ધનોત-પનોત નીકળી જાય.
પોતે એક ક્ષણ પૂરતો થાપ ખાઇ ગયો એમાં જિંદગીનું ધનોત-પનોત નીકળી ગયું. શાલિનીના સુંદર દેહ પાછળ પાગલ બનીને શીલ એને પરણી બેઠો. હવે પેટ ભરીને પસ્તાતો હતો. શાલિની એટલે અપેક્ષાઓનો કોથળો અને ફરિયાદોનું પોટલું. રોજ ઠીને એકની એક વાત: ‘તમે મને પ્રેમ નથી કરતા!… તમારી પાસે મારા માટે સમય નથી!.. આખો દિવસ કામ-કામ અને બસ, કામ! કયારેય સમયસર ઘરે તો આવતા જ નથી! આવું જ કરવું હતું તો મારી સાથે પરણ્યા શું કામ?’
શરૂઆતમાં શીલે એને સમજાવવાની કોશિશો કરી જોઇ. ‘ડાર્લિંગ, તું માને છે એવું નથી. હું તને પ્રેમ કરતો હતો અને હજુ પણ કરું છું. પણ આખો દિવસ તારી સામે બેસી રહીશ, તો ધંધામાં ઘ્યાન કયારે આપીશ? અને આ જ તો સમય છે પૈસા કમાવાનો. જુવાનીનાં પંદર વર્ષની કમાણી ઉપર આવનારાં વર્ષોની ઇમારત બુલંદ બનતી હોય છે.’
પણ શાલિની ન માની. આખરે શીલે મન વાળી લીધું, ‘આ સ્ત્રી મને કયારેય સમજી નહીં શકે. હવે એને મનાવવાના પ્રયત્નો કરવા વ્યર્થ છે. એ એનું કામ કરે, હું મારું સંભાળીશ.’
પણ પુરુષ મન સતત પ્રેમ ઝંખતું હોય છે, જેમ પાણી પોતાની સપાટી શોધી લે છે, એમ પુરુષ પણ પોતાનો પ્રેમ શોધી લેતો હોય છે. શીલ શાહને પણ પ્રેમ ઉર્ફે સ્ત્રી ઉર્ફે સૌંદર્યમૂર્તિ ઉર્ફે નિકિતા શેઠ મળી ગઇ.
બધું બહુ ઝડપથી બની ગયું. ‘હાય-હલ્લો’થી શરૂ થયેલું આકસ્મિક મિલન એકમેકનાં હૈયાં હલાવી નાખવા સુધી પહોંચી ગયું.
‘પરણેલા છો તમે?’
‘હા, મારી પત્નીનું નામ ‘અભિશાપ’ છે. તું પરણેલી છે?’
‘હતી. મારા પતિનું નામ ‘ત્રાસ’ હતું. માંડ-માંડ એનાથી છૂટી. અત્યારે હું ડિવોર્સી છું. ફલેટમાં રહું છું. બાળકો નથી. જોબ કરું છું. ખુશ છું. બીજી વાર લગ્ન કરવાની ન તો ઇરછા છે, ન હિંમત. આ રહ્યું મારું એડ્રેસ. તમે મારા ઘરે આવી શકો છો. મને ગમશે.’
નિકિતાના ઘરે ગયા પછી શીલને પણ ગમ્યું. નિક્કી એક સંપૂર્ણ સ્ત્રી હતી. જાણે ઈશ્વર નામનાં શિલ્પકારે શીલને માટે જ ઘડી હોય એવી નખશિખ સંપૂર્ણ પ્રતિમા. પ્રેમ, સેકસ અને સમજણનો થ્રી-ઇન-વન સંગમ.
બંને જણા પોતપોતાના લગ્નજીવનથી ત્રાસેલાં હતાં, એટલે આ સંબંધ એમને અનુકૂળ આવી ગયો. દર અઠવાડિયે એક વાર બંને મળતાં અને સાત-આઠ કલાક સાથે ગુજારતાં. એ સમય સમૃદ્ધ સમય બની રહેતો. એના જોર ઉપર બાકીના સાત દિવસ આસાનીથી પસાર થઇ જતા હતા.
આજે પણ શનિવાર હતો. નિકિતા સાથેના મિલનનો દિવસ. પણ આજે શાલિનીએ ‘મૂડ’ ખરાબ કરી નાખ્યો. ધૂંધવાયેલા શીલે પાંચ કલાક તો માંડ પૂરા કર્યા. કર્મચારીઓ સાથે બે-ત્રણ નાનામોટા ઝઘડાઓ પણ થઇ ગયા. આખરે પાંચ વાગ્યા, ત્યારે એને ‘હાશ’ થઇ. ઓફિસમાંથી નીકળીને એણે ગાડી મારી મૂકી. સીધી નિક્કી ડાર્લિંગના ફલેટની દિશામાં.
ડોરબેલ વગાડતાંમાં જ બારણાં ઘડી ગયાં. પ્રસન્નતાની દેવી જેવી નિકિતા સામે જ ઉભી હતી. આજે એણે પિન્ક કલરની નાઇટી પહેરેલી હતી. એને ખબર હતી કે એ નાઇટી શીલને બહુ ગમતી હતી. નિક્કીને ખાતરી હતી કે આજે શીલ પાણીનો ગ્લાસ પણ નહીં માગે, સીઘ્ધો જ પોતાને ચકીને શયનખંડમાં લઇ જશે.
પણ એવું કશું જ ન બન્યું. શીલ સોફામાં બેઠો. પંખાની ગતિ વધારી. બે ગ્લાસ પાણી ગટગટાવી ગયો. એ પછી પણ બેસી રહ્યો.
‘કેમ, શું થયું છે? શાલુ સાથે ઝઘડો? નિકિતાએ સોફામાં બેસીને પ્રેમપૂર્વક પૂછ્યું,
‘હા, એ સ્ત્રી મને સુખેથી જીવવા જ નહીં દે. આજે એને સાડી ખરીદવાનું સૂઝ્યું. એ માટે પણ મારે એની સાથે જવાનું! ફ્..!’ શીલે હાથરૂમાલ કાઢીને ચહેરા પરનો પરસેવો લૂછ્યો. નિક્કી એને વળગી પડી. ચુંબનોના વરસાદથી શીલને ભીંજવી દીધો. પીઠ ઉપર કોમળ હથેળી ફેરવીને ધીમેધીમે એની વ્યગ્રતા દૂર હડસેલી દીધી. ફ્રિજમાંથી આઇસક્રીમ કાઢીને લઇ આવી. એક કપ, બે ચમચી. આઇસક્રીમ ઓગળતો રહ્યો અને બે શરીરો ધીમેધીમે ગરમ થતાં ગયાં.
આખરે શીલના મન આસમાનમાં ધેરાયેલાં બેચેનીનાં વાદળો વેરાઇ ગયાં અને કામદેવનો સૂરજ આગ વરસાવી રહ્યો, ‘નિક્કી, ડાર્લિંગ! માત્ર તું જ મને સમજી શકે છે. ચાલ, હવે બેડરૂમમાં જઇએ…’
એ સાંજે નિકિતાએ શીલને એ સુખ આપ્યું, જેની દરેક પુરુષને તરસ હોય છે. એ આનંદ આપ્યો, જેની દરેક પ્રેમીને ઝંખના હોય છે: એ સંતોષ આપ્યો, જેની દરેક વ્યકિતને અપેક્ષા હોય છે. બે કલાકના સ્વર્ગાનંદ પછી બંને બેડરૂમમાંથી બહાર નીકળ્યાં. સ્નાન કર્યું. નિક્કીએ ભાવતાં ભોજન રાંધીને તૈયાર કરી દીધાં. બંને પ્રેમીઓ એક જ થાળીમાં જમ્યાં. એ પછી પણ ખૂબ-ખૂબ વાતો કરી અને રાતના બાર વગાડી દીધા.
શીલ હવે ખૂબ જ આનંદમાં હતો. દર અડધા કલાકે એ બોલી ઠતો હતો, ‘નિક્કી, તું ખરેખર અદ્ભુત સ્ત્રી છો! માત્ર તું જ એક એવી સ્ત્રી છો, જે મને સમજી શકે છે! તું જૉ મારી જિંદગીમાં ન આવી હોત તો મેં કયારનોયે આપઘાત કરી લીધો હોત!’
રાત્રે સાડા બાર વાગ્યે શીલ જવા માટે ભો થયો. નિક્કીથી અળગા થવું એને ગમતું તો ન હતું, પણ જવું પડે એવું જ હતું. એ છેલ્લી વાર પ્રેમિકાને વળગી પડયો. એના કર્ણમૂળને ચૂમતાં-ચૂમતાં બોલતો રહ્યો, ‘માત્ર, તું જ મને સમજી શકે છે.., નિક્કી,.. તું જ મને સમજી શકે છે…’
જયાં એ બારણાં તરફ વળ્યો, ત્યાં જ નિક્કિએ એને રોકયો, ‘એક મિનિટ! હું હમણાં આવી…’ કહીને એ ઝડપથી અંદરના ઓરડામાં સરકી ગઇ. બેચાર મિનિટ સુધી અંદરથી કશોક ખખડાટ સંભળાતો રહ્યો. પછી નિક્કી પાછી બહાર આવી. એનાં હાથમાં એક પ્લાસ્ટિકની બેગ હતી, ‘લો, આ લઇ જાવ, તમારી શાલુને આપજૉ! બાપડી ખુશ થઇ જશે.’
શીલ વિમાસણમાં પડી ગયો, ‘આ શું છે?’
‘સાડી છે.’ નિક્કી હસી, ‘મારા માટે ખરીદી હતી. સારા પ્રસંગે પહેરવા માટે. બહુ મોંઘી છે. સાડા ત્રણ હજારની. હું પૈસા નથી લેવાની. બસ, શાલિની રાજી થાય એ જ મારા પૈસા!’
શીલ સ્તબ્ધ થઇ ગયો, ‘ઓહ! નિક્કી, તું મારા સુખ માટે આટલી હદે જઇ શકે છે? ખરેખર માત્ર તું એકલી જ મને સમજી શકે છે..!’
નિકિતા હસી, ‘ના હું માત્ર તમને જ નહીં, પણ તમારી શાલુને પણ સમજી શકું છું. એ પણ એક સ્ત્રી જ છે ને! ઓરતા કોને નથી હોતા!’ હું ઝંખું, મુશળધાર થઈ તું વરસ, ને તું ભીંજવે વાછંટે-વાછંટે
દિવસે સવારથી જ વરસાદ પડવો શરૂ થઈ ગયો હતો. મુશળધાર નહીં, પણ ઝરમર-ઝરમર. વસ્ત્રો ભીંજાય, પણ મન ન ભીંજાય એવો. શહેરના મુખ્ય માર્ગ ઉપર મેડા ઉપર આવેલી દસ બાય દસની ખોલીમાં એક પુરુષ કમ ચિત્રકાર કમ પ્રેમી ચોમાસાના ભાથામાંથી છૂટેલાં ભીનાશના બાણ ઝીલતો બેઠો હતો. એનું નામ આકાશ. બારી પાસે ઉભા રહીને આકાશે ગોરંભાયેલા આકાશ તરફ જૉયું. આસમાનમાંથી કાચું સોનું ખરી રહ્યું હતું.
ત્યાં જ લાકડાના દાદર ઉપર ‘ધબ-ધબ’ કરતાં પગલાંનો અવાજ સંભળાયો. એ સમજી ગયો કે આકૃતિ જ હોવી જૉઈએ. એ જ હતી. આછા ભૂરા રંગનું જીન્સ પેન્ટ અને ઉપર સફેદ ટોપ. ઉપરનું વસ્ત્ર એટલું આછું કે એમાંથી ફકત આંતરવસ્ત્ર જ નહીં, પણ ચામડી ઉપરના તલ પણ જૉઈ શકાય, અને ઉપરથી એમાં વરસાદના છાંટણાએ પાડેલી ભાત.
‘સારું થયું તું આવી ગઈ.’ આકાશે એની તરફ જૉયા વગર જ આવકાર આપ્યો. આકૃતિ બારીની પાસે જઈને એની અડોઅડ ઉભી રહી ગઈ. થોડીવાર સુધી મૌન વ્યાપી રહ્યું. બંને પ્રેમીઓ ચૂપચાપ નીચે રસ્તા ઉપરથી પસાર થતા માણસોને જૉઈ રહ્યાં.
‘કેમ, હું આવી એમાં સારું શું થઈ ગયું?’
‘ભૂખ લાગી હતી. આ ભીની મોસમ, ઝરમર વરસાદ, આ ધેરાયેલું આકાશ અને…. બસ, કંઇક ગરમા-ગરમ ખાવાની ઈરછા થઈ આવી હતી. સારું થયું તું બરાબર મારી ભૂખના સમયે જ આવી ગઈ.’
‘એટલે? તું કહેવા શું માગે છે? હું કોઈ ગરમાગરમ વાનગી છું?’
હવે જ આકાશ એની તરફ ફર્યો. વસ્ત્રોની આરપાર જૉતો હોય એમ એને નજરથી વીંધી રહ્યો. ‘હું તો ભજિયાં કે દાળવડાની વાત કરતો હતો, પણ તેં ઠીક મારું ઘ્યાન દોર્યું. હું તો ભૂલી જ ગયો કે તું પણ એક વાનગી તો છે જ, ગરમા-ગરમ, સ્વાદિષ્ટ અને ચટાકેદાર. ચાલશે, ભજિયાંની અવેજીમાં ચાલશે.’
‘બેસ, થોડીવાર. ભજિયાં બનાવી આપું છું.’ આકૃતિ હસતાં હસતાં છટકી ગઈ. નાનકડી ખોલીનો દૂરનો ખૂણો રસોડાના નામથી ઓળખાતો હતો ત્યાં સ્ટવ પડયો હતો, થોડાંક વાસણો હતાં અને થોડાક ડબાઓ. માટલામાંથી પાણી ભરતાં આકòતિએ ડબાઓ તરફ નજર ફેંકી, ‘ઘરમાં ચણાનો લોટ છે? અને કાંદા, બટાકા, મરચાં? તેલ તો આ રહ્યું પ્લાસ્ટિકની બરણીમાં…’
‘બધું જ છે. તારે શોધવું પડશે.’
વરસાદ વરસી રહ્યો હતો. આકૃતિ ભજિયાં બનાવવાની તૈયારીમાં ડૂબી ગઈ. થોડીવારે એણે પાછળ જૉયું તો….? બારી પાસે ઉભો-ઉભો આકાશ ચિત્ર બનાવી રહ્યો હતો. લાકડાની ઘોડી ઉપર કેન્વાસ લગાડીને એ કલમના લસરકા માર્યે જતો હતો અને વચમાં વચમાં ‘રસોડા’ તરફ નજર ફેંકી લેતો હતો.
‘કોનું ચિત્ર બનાવી રહ્યો છે? ભજિયાનું?’
‘ના, ભજિયાવાળીનું.’ આકાશે જવાબ આપ્યો, ‘બસ, બસ. એમ જ બેસી રહેજે. ઉભી ના થઈ જઇશ. અત્યારે તું મારી ‘મોડલ’ છે. કીપ ઇટ અપ.’
ત્યાંથી ફરીથી લાકડાનો દાદર ધણધણી ઉઠયો. વજનદાર પગલાંનો અવાજ કહી આપતો હતો કે આવનાર કોણ હતું! થોડી જ ક્ષણોમાં છ ફીટ બે ઇંચની હાઇટવાળો કદાવર, નખશીખ હેન્ડસમ દેખાતો એક યુવાન આવીને ઘરમાં ઉભો રહી ગયો. ભજિયાંની સુગંધ માણવા માટે એણે ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો.
આકાશે કેન્વાસ ઉપર લસરકા મારવાનું ચાલુ રાખ્યું, ‘આખીર આ હી ગયા ના? સા… કબાબ મેં હડ્ટી બનને કે લિયે!’
આવનાર એનો મિત્ર હતો. ગાઢ મિત્ર. અનિકેત એનું નામ. બંને એટલા ગાઢ મિત્રો હતા કે જયારે પણ ભેગા થાય, ત્યારે ઝઘડી પડવાનું એમને પરવડતું હતું.
કડાઈમાં કળતા તેલની સુગંધ માણતા અનિકેતે પૂછી નાખ્યું, ‘ભજિયા રંધાઈ રહ્યાં છે?’
‘એ સિવાય પણ બીજું ઘણું બધું રંધાવાની તૈયારીમાં હતું પણ તને અત્યારે જ અહીં આવવાનું સૂઝયું?’
‘જૉ ગધેડા! એક વાત સમજી લે હું અહીં તારા હવનમાં હાડકાં નાખવા માટે નથી આવ્યો. બહાર ધોધમાર વરસાદ જામ્યો છે. રસ્તા ઉપર પાણી ભરાવા માંડયાં છે. મારું સ્કૂટર બંધ પડી ગયું એટલે નાછૂટકે તારે ત્યાં આશરો લેવા આવ્યો છું. મને શું ખબર કે આકૃતિદેવી પણ અહીં પધાયાô હશે?’
‘હવે તો ખબર પડી ગઈ ને? જવાનું શું લેવું છે?’
‘અડધો કિલો ભજિયાં. સાથે ચટણી પણ. અને પછી એક કપ આદું-મસાલાવાળી ગરમાગરમ ચા. ત્યારપછી જૉઉં છું. જૉ વરસાદ બંધ પડી ગયો હશે, તો બંદા રવાના થઈ જશે.’
‘અને માન કે વરસાદ બંધ ન થયો, તો…?’
‘તો પછી અઠ્ઠે દ્વારકા. મારી હાજરીનો જો તમને વાંધો હોય, તો તમે બંને બહાર જઈ શકો છો. બાકી વરસાદમાં ભીંજાવાનું આપણું કામ નહીં. મને તો તરત શરદી થઈ જાય. અરે, આમ દિવેલ પીધા જેવું મોં કરીને મારી સામે શું જૉઈ રહ્યો છે? બદલવા માટે કોરાં કપડાં તો આપ.’
મનોમન ગાળો ભાંડતા આકાશે એને ઝભ્ભો-લેંઘો આપ્યા. એ પહેરીને અનિકેતે જમીન પર પાથરેલી ચટ્ટાઈ ઉપર બેઠક જમાવી.
આવનારી આંધીનો સંકેત આપતો હોય, એમ વરસાદ વધુ જૉશભેર ખાબકવા માંડયો. રસ્તા ઉપર પાણીની સપાટી વધતી જતી હતી. હવે માણસોની અવરજવર પણ લગભગ શૂન્ય થઈ ગઈ હતી. હજુ તો સાંજના પાંચ જ વાગ્યા હતા, પણ વાતાવરણમાં અંધારું છવાવાની શરૂઆત થઈ ચૂકી હતી. ત્રણેય જણાએ ભજિયા આરોગ્યાં. ચાનો ગરમાવો ચાખ્યો. ગપ્પાંનો વૈભવ માણ્યો. સમયનો કાંટો સાંજનો ઉંબરો વટાવીને રાત્રિના ઘરમાં આંટા મારી રહ્યો હતો અને વરસાદ અટકવાનું નામ લેતો ન હતો.
‘આકાશ.’ રાત્રે આઠ વાગે આકૃતિએ પણ નિર્ણય ઉપર આવવું જ પડયું, ‘લાગે છે કે આવામાં મારાથી પણ ઘરે નહીં જઈ શકાય.’
‘તો હું કયાં જવા માટે દબાણ કરું છું? રોકાઈ જા ને!’
‘ના, આકાશ! હજી આપણાં લગ્ન નથી થયાં, ત્યાં સુધી…’
‘મમ્મી-પપ્પાનો ડર લાગે છે?’
‘ના, એ લોકો તો બહારગામ ગયેલાં છે. પણ લગ્ન પહેલાં…’
‘તો પછી હો જાયે શાદી! આ અનિકેત આપણો ગોર બનશે ફટાફટ હનિમૂન. શું કહે છે, અનિકેત?’
‘ગધેડા, ચોમાસામાં તે કોઈનાં લગ્ન કરાતાં હશે? ઉતાવળ તારે હશે, મારે નથી.’
આકૃતિની મૂંઝવણમાં વધારો કરતો હોય, એમ વરસાદે ટોપ ગીયરમાં વરસવાનું શરૂ કર્યું. વીજળીના ચમકારા અને વાદળો અથડાવાનો ગડગડાટ. રાતના બાર વાગ્યા. હવે આકૃતિ પણ સમજી ગઈ કે રાતવાસો અહીં જ કરવો પડશે.
આકાશે મિત્રને અનુરોધ કર્યો, ‘અનિકેત, તું એક કામ કર. ત્રીજા માળે દામુકાકા નામના એક ભાડુઆત એકલા રહે છે. તું ત્યાં ચાલ્યો જા. હું અને આકૃતિ અહીં… આ ખોલીમાં…. બીજો રસ્તો નથી, યાર! ત્રણ પથારીઓ થાય એટલી જગ્યા તો હોવી જોઈએ ને?’
અનિકેતે મજાક-મસ્તી કરવા જેવી હતી, ત્યારે કરી લીધી. હવે ગંભીરતાથી કામ લેવાનું હતું. જુવાન પ્રેમીઓને એકાંત આપવું જરૂરી પણ હતું. એની હાજરીમાં એક જ ઓરડે સૂવામાં આકૃતિને શરમ પણ આવે. સમજી શકાય એવી વાત હતી.
એ જવા માટે ભો થયો ત્યાં જ આકૃતિ બોલી ઠી, ‘આકાશ, એમને જવા ન દઇશ. અનિકેતભાઈ અહીં જ સૂશે અને હું પણ, તો જ આ રૂમમાં રાત ગાળવા તૈયાર થઈશ.’
‘પણ આકૃતિ! તને એની હાજરીમાં શરમ નહીં આવે?’
‘ના, ઉલટું સલામતી લાગશે. મને તારા ઉપર વિશ્વાસ છે, પણ તારામાં રહેલા પુરુષ ઉપર વિશ્વાસ નથી. કોણ જાણે એને કયારે ભૂખ લાગે અને…’
આકાશે નિ:સાસો નાખ્યો, ‘સારું ત્યારે. અનિકેત, દોસ્ત! રોકાઈ જા. આજની રાત અમારી સાથે…’
‘સાથે નહીં, પણ વરચે!’ આકૃતિએ નવો ધડાકો કર્યો: ‘આપણે ત્રણેય ભોંય ઉપર એક જ પથારીમાં સૂઈ જઈશું. અનિકેતભાઈ આપણી વરચે સૂશે.’
‘અરે, પણ પુરુષ તો એ પણ છે.’ આકાશ બરાડી ઠયો.
‘ના, આજની રાત પૂરતા એ આપણા બેની વરચે આડી મૂકેલી તલવાર હશે. સંયમની, અંકુશની અને મર્યાદાની તલવાર. મિત્ર તરીકેની લક્ષ્મણરેખા.’ આકòતિએ પૂરા વિશ્વાસથી અનિકેતની સામે જૉયું. પછી એ પથારી પાથરવા ભી થઈ.
(એ રાત સુખરૂપ પૂરી થઈ ગઈ. સવાર સુધીમાં વરસાદ પણ થંભી ગયો. પણ આકૃતિની જિંદગીમાં તોફાન એવું આવ્યું કે એનાં અને આકાશનાં લગ્ન ન થઈ શકયાં. આકાશને કારણે. આકૃત્તિ આજે પરણી ગઈ છે અને સુખી છે. કયારેક મુશળધાર વરસાદમાં એને આકાશ અને અનિકેતની સાથે ગાળેલી એ રાત યાદ આવી જાય છે અને એ બબડી ઉઠે છે : કયારેક કબાબમાં હડ્ડી આવી જાય તો કુંવારી છોકરીઓ માટે લાભની વાત હોય છે!) (સત્ય ઘટના)
એ પાનખરનો ફાલ હતો આપ કયાં હતાં?
જોવા સમો એ હાલ હતો આપ કયાં હતાં?
મર્મિતાએ ફ્લેટમાંથી નીચે ઉતારીને શાક ખરીધું. લારીવાળાને પૈસા ચૂકવવા માટે પર્સ ઉઘાડયું. અંદરથી પચાસ રૂપિયાની નોટ કાઢી. ત્યાં નોટની સાથે જ એક ગડી કરેલો ચોરસ કાગળ નીકળી પડયો. એણે કાગળ જમીન ઉપરથી ચકી લીધો. શાકવાળા પાસેથી બાકીના પૈસા લઈને પર્સમાં પાછા મૂકયા. કાગળ પણ પર્સમાં મૂકવા જતી હતી, પણ પછી વિચાર આવ્યો કે એ શેનો છે એ જરા જોઈ તો લઉં. એણે ગડી ઉકેલી, તો સંબોધન વાંચીને જ ડઘાઈ ગઈ. ‘મને પ્રાણથી પણ વધુ પ્રિય મર્મિતા…’ આટલું વાંચતામાં તો દેહમાં વીજળી દોડી ગઈ. ઝટપટ કાગળ વાળીને પાછો પર્સમાં મૂકી દીધો. જાણે કશું જ નથી બન્યું એવા હાવભાવ સાથે એ દાદરનાં પગથિયાં ચડી ગઈ.
ફ્લેટમાં જઈને એણે મુખ્ય પ્રવેશદ્વાર વાસી દીધું. સદભાગ્યે પતિ મિનકેતુ ઓફિસે જવા નીકળી ગયો હતો. ઘરમાં એ એકલી જ હતી. એટલે કોઈ જૉઈ જાય એવો હવે ભય ન હતો. એણે પર્સમાંથી પાછો કાગળ બહાર કાઢયો.
મર્મિતા ઝડપથી આખો કાગળ વાંચી ગઈ. કોઈ પણ સ્ત્રી વાંચીને ધન્ય થઈ જાય એવું લખાણ હતું. પોચા રૂ જેવા શબ્દો હતા, ઘાટીલા મરોડદાર અક્ષરો હતા અને ભીની-ભીની લાગણીથી લથબથ-લથબથ ઇરછાઓ હતી. પણ પત્રના અંતમાં નીચે કોઈનું નામ ન હતું. ફકત ‘તને પામવા ઇરછતો એક અધૂરો પુરુષ’ એટલું જ લખેલું હતું.
મર્મિતા વિચારમાં પડી ગઈ. કોણે લખ્યો હશે આ પ્રેમપત્ર? અને એ એના પર્સમાં શી રીતે આવ્યો? પછી એને યાદ આવ્યું કે ગઈ કાલે રવિવાર હતો. મિનકેતુને ઓફિસમાં રજા હતી. આખો દિવસ ઘરમાં માણસોની અવરજવર ચાલુ જ હતી. સવારથી રાત સુધીમાં દસ-બાર મહેમાનો આવી ગયા હશે. પર્સ ગઈકાલે આખોય દિવસ ડ્રોઇંગરૂમમાં જ પડી રહ્યું હતું. આવનારે મિનકેતુની નજર ચુકાવીને આ કાગળ પર્સની અંદર સરકાવી દીધો હશે. કોણ હોઈ શકે એ? મર્મિતાના દિમાગમાં ગઈ કાલે ઘરે આવી ગયેલા તમામ મુલાકાતીઓ ઝબકી ગયા. શાંતિકાકા અને એમના પરિવારજનો આવ્યા હતા. પણ એમાં પ્રેમપત્ર લખવા જેટલી ઉંમરનું કોઈ ન હતું. મૃદુલાફોઈની બે જુવાન દીકરીઓ આવેલી. શકનો સવાલ જ નથી. મિનકેતુની ઓફિસનો લેડિઝ સ્ટાફ ઘણા બધા સમય બાદ ઘરે આવ્યો હતો. એ દિશામાં આગળ વિચારવું એ પણ મૂર્ખતા ગણાય. સેવા સંસ્થા માટે ફાળો ઉઘરાવવા આવેલા કાર્યકરો, નોકરી માટે ભલામણ ચિઠ્ઠી લખાવવા આવેલો દીપિકામામીનો પડોશી, બાલ્કનીમાં પડેલો દડો માગવા આવેલાં સોસાયટીનાં બાળકો અને મિનકેતુની જ ઓફિસમાં નોકરી કરતો એનો જૂનો મિત્ર મનાલ.
બસ, એ જ હોવો જોઈએ. ચોક્કસ આ કામ મનાલનું જ છે. હવે મર્મિતાને ઘણું બધું સમજાઈ ગયું. છેલ્લા ઘણા દિવસથી મનાલની આંખોના ડોળા ચકળ-વકળ થતા હતા. એ કોઈ ને કોઈ બહાને એના ઘરે આંટા મારતો રહેતો હતો. એ પરણેલો હતો, પણ એની પત્ની કદરૂપી હોવાથી એને ગમતી ન હતી. છેલ્લા છ મહિનાથી મનાલે એને ઘરમાંથી તગેડી મૂકી હતી. આ પરાક્રમ એના સિવાય બીજા કોઈનું ન હોઈ શકે.
મનાલને શી રીતે સીધો દોર કરવોે એ નક્કી કરવા માટે મર્મિતાએ ફરીથી એક વાર એણે લખેલો કાગળ વાંચવા માંડયો. જેમ જેમ વાંચતી ગઈ, તેમ તેમ એ લખાણના પ્રવાહમાં ખેંચાતી ગઈ. પત્ર તો સુંદર હતો. શું ખરેખર મનાલ એને સાચો પ્રેમ કરતો હશે? પોતાનાં રૂપનું વર્ણન પણ એણે કેટલું ચોટદાર રીતે કર્યું છે!
મર્મિતાનાં હૈયામાં કયાંક એકાદ ખૂણે ઠંડક પ્રસરી ગઈ. મનને સારું લાગ્યું. એ સાથે જ એના ખુદના દાંપત્યજીવનમાં જે થોડી ઘણી અધૂરપ હતી, એ પગમાં થયેલી કપાસીની જેમ ભરી આવી. ઓફિસનાં કામમાં રરયો-પરયો રહેતો મિનકેતુ, પત્નીની સજાવટ તરફ દુર્લક્ષ સેવતો મિનકેતુ, એને પ્રેમ કરવા માટે ઓછો સમય ફાળવતો મિનકેતુ અને રાત્રે પથારીમાં ટાઢોબોળ થઈને નસકોરાં બોલાવતો મિનકેતુ.
મર્મિતાએ નિર્ણય લઈ લીધો. મનાલના પ્રેમનો સ્વીકાર કરવામાં વાંધો શો છે? એ એકવીસમી સદીની નારી છે. એક મ્યાનમાં બે તલવારો રાખવામાં તકલીફ શાની? સમાજમાં લગ્નેતર સંબંધો ઠેર-ઠેર છે અને છડેચોક વ્યાપેલા છે. એ અને મનાલ ગુપ્ત રીતે પ્રેમસંબંધ કેમ નિભાવી ન શકે?
એણે ડાયરી કાઢી. મનાલનો મોબાઇલ ફોન નંબર શોધી કાઢયો. અત્યારે એ ઓફિસમાં જ હોવો જોઇએ. મર્મિતાએ ધ્રૂજતા હાથે નંબર ડાયલ
********************************************************************
લંબાયેલો હાથ કણસતો જ રહ્યો, આપણો સંબંધ અમસ્તો જ રહ્યો
‘હેલ્લો! અમલા, હું અભિસાર બોલું છું.’
‘નામ જણાવવાની જરૂર નથી, હું તમારો અવાજ ઓળખી શકું છું. અવાજની વાત છોડો, હું તો તમારો ફોન આવે છે ત્યારે ટેલીફોનની રીંગ વાગે છે, ત્યાં જ ઓળખી જાઉં છું કે આ મારા અભિસારનો ફોન છે!’
‘તારા જેવી રૂપસુંદરીના મોંએથી આવાં વાકયો સાંભળવા કેટલાં સારાં લાગે છે! હવે કામની વાત પર આવીએ. સાંભળ, આજે સાંજે છ વાગે મળવાનું ફાવશે?’
‘ફાવશે, કયાં મળવાનું છે?’
‘બીજે કયાં? મારા ફલેટ ઉપર.’
‘તારી પત્ની?’
‘એ ચાર વાગ્યાની બસમાં અમરેલી જવાની છે, એના પિયરમાં. હું સાવ એકલો જ હોઇશ. તું આવીશ તો સ્વર્ગ રચાશે.’
‘તથાસ્તુ! સાંજના સ્વર્ગમાં આ અપ્સરા ઇન્દ્રરાજાના દરબારમાં હાજર હશે. બીજું કંઇ?’ અમલા એવા નશીલા અંદાજમાં બોલી ગઇ કે એ સાંભળીને અભિસારના દિમાગ ઉપર અત્યારથી જ ધેરો નશો છવાવા માંડયો.
અમલા પચીસ વર્ષની કુંવારી યુવતી હતી. અભિસારની ઓફિસમાં છએક મહિનાથી નોકરી કરતી હતી. જે દિવસે એ નોકરીમાં જોડાઇ એ જ દિવસે માર્કેટિંગ મેનેજર રાવલે એના કાનમાં ફૂંક મારી દીધેલી, ‘આપણા બોસ બહુ રંગીન મિજાજના માણસ છે. પરણેલા છે. એક દીકરીના બાપ છે. પણ ઘરમાં રંધાતી વાનગીથી એમનું પેટ ભરાતું નથી, એટલે બહારના ચટાકા શોધતા ફરે છે. તમે ચેતતા રહેજૉ, નહીંતર…’
‘નહીંતર શું?’
‘પહેલાં ખવાઇ જશો અને પછી ખોવાઇ જશો! અહીં તો દર વરસે એક નવી છોકરી આવે છે અને પછી એ જૂની થઇ જાય તે પહેલાં જ જર્જરિત બની જાય છે. હા, એક વાત સ્વીકારવી પડશે, આપણા બોસ એમ તો વહેવારુ માણસ છે, તમે જૉ જીવનભર એમનું ઉપવસ્ત્ર બની રહેવા માટે તૈયાર હો, તો તમારા માટે ફલેટ અને ખાધાખોરાકીની જૉગવાઇ બોસ કરી આપશે.’
‘શટ અપ! તમને શરમ નથી આવતી આવી ગંદી વાત કરતાં? મારા જેવી સુંદર, સુશીલ અને સંસ્કારી યુવતી આવા લંપટ પુરુષનું ઉપવસ્ત્ર તો શું, પણ મુખ્ય વસ્ત્ર બનવા માટે પણ તૈયાર ન થાય! હું અહીં નોકરી કરવા આવી છું, કોઇનું મનોરંજન કે તનોરંજન કરવા માટે નથી આવી.’ ગુસ્સાને કારણે અમલાનું ગોરું-ગોરું મુખડું લાલચોળ બની ગયું.
રાવલ પ્રગટપણે તો કશું બોલ્યો નહીં, પણ મનમાં બબડી ગયો, ‘વાહ! જે સ્ત્રી ગુસ્સામાં વધુ રૂપાળી લાગે તે જ ખરી રૂપસુંદરી કહેવાય! હવે આ રૂપસુંદરીને બોસની ઝપટમાંથી ભગવાન પણ બચાવી નહીં શકે.’
દસ મિનિટ પછી બોસનો પ્રવેશ થયો. એ બોસ એટલે અભિસાર શ્રોફ. અમલા માનસિક રીતે એની મેલી નજરથી બચવા માટે તૈયાર થઇને બેઠી હતી, પણ આશ્ચર્ય! અભિસારે એની તરફ જોયું પણ નહીં. ચૈતન્યપૂર્ણ ચાલે એ સડસડાટ અમલાની પાસેથી પસાર થઇ ગયો અને એની ચેમ્બરમાં અદૃશ્ય થઇ ગયો, પાછળ એના સોહામણા વ્યકિતત્વનું ચુંબકીય ખેંચાણ મૂકતો ગયો.
દસ-પંદર મિનિટ પછી પટાવાળો આવીને અમલાને કહી ગયો, ‘બોસ આપને બોલાવે છે. જરા સંભાળજો, શેઠ ગુસ્સામાં છે.’
અમલા ઉભી થઇ. માથાના વાળ ઠીક કર્યા. સલવાર-કમીઝ ઉપર હાથ ફેરવી લીધો. દુપટ્ટો યોગ્ય જગ્યાને યોગ્ય માત્રામાં ઢાંકે છે એ વાતની ચોકસાઇ કરી લીધી. પછી ફફડતા હૈયે અને ધ્રૂજતી ચાલે એણે અભિસારની ચેમ્બરનું બારણું ધકેલ્યું.’
‘બી સીટેડ, પ્લીઝ..!’ અભિસારે અગત્યની ફાઇલમાંથી માથું ઠાવ્યા વગર જ સામે પડેલી ખુરશી ચીંધી. પછી જાણે કશુંક સૂંઘતો હોય તેમ ઉંડો શ્વાસ ખેંરયો. પછી અચાનક માથું ઉઠાવીને અમલા સામે જોયું, ‘પરફયુમ છાંટીને તમે આવ્યાં છો?’
‘હેં..? નો, સર… યસ, સર! આઇ એમ સોરી, સર! મને ખબર નહીં ને કે ઓફિસમાં પરફયુમની છૂટ નથી… એટલે આવતી કાલથી હું એવી ભૂલ…’
‘તમને કોણે કહ્યું કે આ ઓફિસમાં પરફયુમ લગાવીને આવવાની મનાઇ છે?’ અભિસારના અવાજમાં કરડાકી હતી.
‘તમે જ તો… હમણાં કહ્યું ને… કે…’
‘મેં કંઇ કહ્યું જ નથી, મેં તો માત્ર તમને એટલું જ પૂછ્યું કે આ પરફયુમની સુગંધ તમારામાંથી આવે છે?’
‘હા, સર!’
‘તો હવે મારો સવાલ સાંભળો. મિસ અમલા ત્રિવેદી, શું ગુલાબના ફૂલોને પણ પરફયુમ છાંટવાની જરૂર પડે ખરી?’ આ પ્રશ્ન પૂછતી વખતે અભિસારના અવાજમાંથી કરડાકીની બાદબાકી હતી અને પ્રશંસાનો ગુણાકાર હતો. એની આંખોમાં વાસંતી ઇજન હતું અને હોઠો પર ચુંબકીય સ્મિત હતું. કેટલાક પુરુષો એટલા બધા હેન્ડસમ નથી હોતા, પણ એમના સમગ્ર વ્યકિતત્વમાં કશુંક એવું તત્ત્વ હોય છે જે એમના દેખાવની ણપને સરભર કરી આપે છે. અભિસાર એવો પુરુષ હતો.
અમલાના રૂપની આવી પ્રશંસા આજ સુધી કોઇ પણ પુરુષે કરી ન હતી. અમલા જયારે ચેમ્બરની બહાર નીકળી, ત્યારે અભિસાર નામના દિગ્વિજયી પુરુષ દ્વારા જીતાયેલી સૌંદર્યમૂર્તિ બની ચૂકી હતી, એ જાણવા છતાં કે અભિસાર પરણેલો છે અને એક સંતાનનો પિતા છે.
અને એક દિવસ એવો પણ ઉગ્યો, જેની પ્રત્યેક કુંવારી પ્રેમિકાને પ્રતીક્ષા હોય છે. રવિવાર હતો, ઓફિસમાં રજા હતી, બપોરના ચાર વાગ્યા હતા. ત્યારે અભિસારનો ફોન આવ્યો, ‘અમલા, આજે સાંજે છ વાગ્યે મળવાનું ફાવશે? મારી પત્ની ચાર વાગ્યાની બસમાં અમરેલી જઇ રહી છે.’
અમલા રોમાંચથી ઝૂમી ઉઠી. એના દેહનો અણુએ અણુ એણે મનથી માનેલા જીવતાં જાગતાં ઈશ્વરને અર્પણ થઇ જવા માટે તડપી ઉઠયો. ફોન સમાપ્ત થયો એની સાથે જ એણે શણગાર સજવાની શરૂઆત કરી. બરાબર છ વાગે એ અભિસારના ઘરના બારણાંમાં ઉભી હતી. ‘આવ, અમલા, અંદર આવ!’ અભિસારે બે હાથ પહોળા કરીને પ્રિયતમાને આવકારી, અમલા સીધી એના આલિંગનમાં સમાઇ ગઇ.
થોડી ક્ષણો પૂરતી એ આંખો બંધ કરીને પુરુષના દેહનું સ્પર્શસુખ માણી રહી. પછી એણે આંખો ઉઘાડી. એની નજર સામેની દીવાલ પર લટકતી ફ્રેમ કરેલી તસવીર ઉપર પડી. કાચમાં કેદ થયેલું એક સુખી કુટુંબ એની સામે હસી રહ્યું હતું.
‘આ મારી પત્ની અશેષા છે… અને આ મારી દીકરી છે… ચેરી…’ અભિસારે એને આલિંગનમાંથી મુકત કરી, પછી પત્નીનો અને દીકરીનો પરિચય કરાવ્યો. અમલા જોઇ રહી, નાનકડી ચેરી તો સુંદર હતી જ, પણ અશેષા તો પોતાનાથીયે વધારે ખૂબસૂરત દેખાતી હતી.
અને ઘર? ઘર પણ વ્યવસ્થિત હતું. અભિસારે તો કહ્યું હતું કે એની પત્ની ફુવડ છે! પણ ડ્રોઇંગરૂમમાં તો એક-એક ચીજ ઉપર જાણે કે સુઘડતાનો સંસ્પર્શ ફરી વળેલો હતો! અભિસાર કહેતો હતો કે એની પત્ની એને પ્રેમ નથી આપી શકતી, માટે જ એ અમલા તરફ ઝૂકયો હતો. તો પછી તસવીરમાં અશેષા આટલી ભરી-ભરી, સ્નેહથી છલકાતી કેમ લાગી રહી છે?
પ્રશ્નો અગણિત ઠી રહ્યા હતા, પણ તમામ જવાબોના સરવાળા જેવું એક સમાધાન પણ અમલાના દિલમાં પ્રગટી રહ્યું હતું. જે હોય તે! મારે શું? મારે તો એટલી જ નિસ્બત કે અભિસાર મારો પ્રેમી છે અને હું એની પ્રેમિકા. એની િંજદગીમાં જે કમી હોય તે મારે પૂરી કરી દેવાની.
‘ચાલ, અંદર જઇશું? બેડરૂમમાં…’ કહીને અભિસારે બારણું બંધ કર્યું. અમલાનો હાથ ઝાલીને એ શયનખંડની દિશામાં સરકયો. અમલા પણ રાજીખુશીથી ખેંચાતી ગઇ. સરસ બેડરૂમ હતો. ડબલ બેડ ઉપર ગુલાબી રંગની ચાદર બિછાવેલી હતી. પોચા-પોચા ઓશિકાઓ હતાં. બેડશીટ અને પિલો-કવર્સ ઉપર એમ્બ્રોઇડરી વર્ક કરેલું હતું. વાતાવરણમાં તાજા જ છંટાયેલા એરફ્રેશનરની ખુશ્બૂ હતી.
અને એક ખૂણામાં પારણું પડેલું હતું. સુંદર, નાનકડું પારણું. સંખેડામાં બનેલું રંગીન, ડિઝાઇનવાળું પારણું. અમલા જોઇ રહી અને વિચારી રહી. આ પારણામાં ચેરી પોઢતી હશે. એની બંધ આંખોમાં માતાનું સુખ અને પિતાને ઝંખતી એ નાનકડી દીકરીને સ્વપ્નમાં પણ એ વાતનો ખ્યાલ નહીં હોય કે એની ગેરહાજરીમાં આ જ રૂમમાં કોઇ પારકી સ્ત્રી એના પપ્પા સાથે..!
પથારી છોડીને એક ઝટકા સાથે અમલા ઉભી થઇ ગઇ. ‘શું થયું? શું થયું?’ કરતો અભિસાર એની પાછળ દોડયો. બહાર નીકળતી અમલા માત્ર એટલું જ બોલી, ‘થેન્ક ગોડ! હજુ કશું જ નથી થયું!’
(સત્ય કથા)