રાજેશ રાઠોડ rajeshrathod | 12 Jan 2008 06:53 am
સ્ત્રી અને પુરુષનો વિશ્વાસ
સ્ત્રી અને પુરુષે સુખી થવા વિશ્વાસ કેળવવો જરૂરી છે. બંને પરસ્પર માટે અવિશ્વાસ કેળવે કે અભાવ કેળવે તે ચાલી શકે તેમ નથી. કેમ એ આ સંસારના મધુરસ માટે બંનેનો સ્નેહ અને સહકાર અનિવાર્ય છે. પિતાના રૂપે, પતિના રૂપે, પુત્રના રૂપે પુરુષ સાથે સ્ત્રીએ જિંદગીભર કામ પાર પાડવું પડે છે અને એ જ રીતે પુરુષે માતાના રૂપે, પત્નીના રૂપે અને પુત્રીના રૂપે સ્ત્રી સાથે આખી જિંદગી કામ પાર પાડવું પડે છે. એટલે તંદુરસ્ત સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધનું પ્રમુખ લક્ષણ સહકાર અને સમજણનું હોવું જોઈએ. ભૂલ કરનાર કે ભૂલ પકડનારની ભૂમિકા ભૂલી જવી જોઈએ. જો સહકાર સમજણને બાજુએ મૂકીએ તો સ્ત્રી-પુરુષ પ્રતિસ્પર્ધીઓ બની જાય અને જીવનની મજા, જીવનનો રસ ખોઈ બેસે.